Breaking News: સુરતના મીની સૌરાષ્ટ્રમાં અલ્પેશ કથેરિયાની પત્ની કાવ્યાની જીત, પાટીદાર વિસ્તારમાં AAPને ફટકો, આખી પેનલ વિજેતા, જુઓ Video

| Updated on: Apr 28, 2026 | 1:57 PM

સુરતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મીની સૌરાષ્ટ્ર ગણાતા પાટીદાર પ્રભાવ ધરાવતા વિસ્તારમાં ભાજપે મોટી રાજકીય એન્ટ્રી મારી છે. વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા વિસ્તારમાં ભાજપની આખી પેનલ વિજેતા બનતા પક્ષ કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે.

ખાસ વાત એ રહી કે પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયાની પત્ની કાવ્યા કથેરિયાની જીતે ચૂંટણીને વધુ ચર્ચાસ્પદ બનાવી છે. આ જીતને પાટીદાર વિસ્તારમાં ભાજપની મજબૂત પકડ તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપે AAPની સીટો તોડી

આમ આદમી પાર્ટીના ગઢ માનાતા વિસ્તારમાં ભાજપે સીટો તોડી ભવ્ય જીત નોંધાવી છે. પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મીની સૌરાષ્ટ્રમાં ભાજપની પેનલોને મતદાતાઓનો વિશ્વાસ મળ્યો છે.

વોર્ડ નંબર 3માં આખી પેનલની જીત માત્ર સ્થાનિક સફળતા નહીં પરંતુ રાજકીય રીતે મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. AAP માટે આ પરિણામ ઝટકો સમાન છે, જ્યારે ભાજપ માટે આ જીત સંગઠન અને મતદારોના સમર્થનની સાબિતી બની છે. પરિણામ બાદ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી

Published on: Apr 28, 2026 01:09 PM
Follow Us