Breaking News : સુરત ફાયર વિભાગ દ્વારા શાળામાં ફસાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોનું રેસ્ક્યુ કરાયું, જુઓ Video

| Edited By: | Updated on: Jul 07, 2026 | 11:39 AM

સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી બાજુ સુરત ફાયર વિભાગ દ્વારા શાળામાં ફસાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

સુરત શહેરમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ ફરી શરુ થઈ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તેમજ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે. એક તરફ શાળામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી.

વિદ્યાર્થી અને શિક્ષકોનું રેસ્ક્યુ કરાયું

ભારે વરસાદ વચ્ચે શહેર અને જિલ્લાની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ સુરત ફાયર વિભાગ દ્વારા શાળામાં ફસાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. સુરત શહેરમાં મોર્ડન ટાઉન પાસે એક એક્સપરિમેન્ટલ સ્કૂલ બહાર વરસાદી પાણી ભરાઈ ગયું હતું.વિદ્યાર્થીઓ સ્કૂલ બહાર જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ ન હતી. શાળા દ્વારા ફાયર વિભાગની મદદ માગવામાં આવી હતી.ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકોનું રેસ્ક્યુ  કરવામાં આવ્યું હતુ. સલામત રીતે ફાયરની ગાડીમાં તમામ વિદ્યાર્થીઓને સ્કૂલથી બહાર લઈ જવામાં આવ્યા હતા

સુરતમાં ધોધમાર વરસાદને પગલે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાયા હતા.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us