AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત, કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાઓની ટર્મ પુરી

Breaking News : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત, કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાઓની ટર્મ પુરી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2026 | 12:30 PM
Share

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે.શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરિ અમીન અને રમિલા બારાની ટર્મ પૂરી થઈ રહી છે . 18 જૂને ચૂંટણી યોજાશે.

રાજ્યસભા ચૂંટણીને લઇને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભા ચૂંટણી અંગેની તારીખો જાહેર કરવામાં આવી છે. 8 જૂનનાં રોજ ઉમેદવારી માટેની તારીખ છે. જ્યારે 9 જૂનનાં રોજ ડોક્યુમેન્ટ વેરિફીકેશન થશે. 11 જૂનનાં રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે. તો 18 જૂનનાં રોજ ચૂંટણી માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 18 જૂનનાં રોજ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. 20 જૂનનાં રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે.

ગુજરાતની 4 બેઠક ખાલી

રાજ્યસભા ચૂંટણી માટે નોટિફિકેશન સામે આવ્યું છે. આગામી 18 તારીખે ચૂંટણી યોજશે. ગુજરાતની 4 બેઠક ખાલી થઈ રહી છે. 1 બેઠક કોંગ્રેસ પાસે  3 બેઠક ભાજપ પાસે છે.શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરિ અમીન અને રમિલા બારાની ટર્મ પૂરી થઈ રહી છે. આગામી ચૂંટણી તમામ 4 બેઠક ભાજપનાં ફાળે જશે તેવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પાસે રાજ્યસભાની માત્ર એક બેઠક છે.

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો

તમને જણાવી દઈએ કે,કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી ચાર-ચાર બેઠકો ખાલી થશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ત્રણ-ત્રણ બેઠકો ખાલી થશે. મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાંથી એક-એક બેઠક ખાલી થશે. આ ઉપરાંત, ઝારખંડ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી એક-એક બેઠક માટે પેટાચૂંટણીઓ યોજાઈ શકે છે. નિવૃત્ત થઈ રહેલા 22 સાંસદોમાંથી 11 ભાજપના છે, જ્યારે ચાર કોંગ્રેસના છે.

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગી રહ્યો છે. હાલમાં, ગુજરાતમાંથી રાજ્યસભાની 11 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે ફક્ત એક જ સભ્ય છે. વિધાનસભામાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ 21 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે.ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભામાં ગુજરાતનો કોઈ કોંગ્રેસ પ્રતિનિધિ નહીં હોય.

(With input Kinjal Mishra)

 

 

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published on: May 22, 2026 12:10 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">