Breaking News : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે ! 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી થયા છે. બોપલના સ્ટર્લિંગ સિટીમાં એકથી બે ફૂટ સુધી પાણી ભરાયા.ભારે વરસાદથી રેલવેના પરીક્ષાર્થીઓ હેરાન થયા. સ્ટર્લિંગ સિટીમાં આવેલી શાળામાં પરીક્ષા કેન્દ્ર છે. પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં ઉમેદવારને હાલાકી થઇ રહી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો