Breaking News : ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાંથી ચોમાસું લઈ શકે વિદાય, જુઓ Video

| Edited By: | Updated on: Sep 15, 2026 | 11:34 AM

દેશમાં ચાલુ વર્ષે ચોમાસું ટૂંક સમયમાં વિદાય લઈ શકે છે. પ.રાજસ્થાનથી 19મીની આસપાસ ચોમાસાની વિદાય શરૂ થવાની શક્યતા છે.ખરીફ પાકોની વાવણીને અસર તો જળાશયોમાં 10 વર્ષનું સૌથી ઓછું જળસ્તર છે.1 જૂનથી 13 સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સામાન્ય કરતા 15 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

એક બાજુ હવામાન વિભાગે 20 તારીખ સુધી વરસાદની મોટી આગાહી કરી છે. બીજી તરફ હવે ચોમાસુ જલ્દી વિદાય લેવા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે.બનાસકાંઠા, વાવ થરાદ, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની વકી છે. અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.

19 સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લે તેવી શક્યતા

તો બીજી બાજુ ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસું વિદાય લેશે. આગામી 19 સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.દેશમાં સામાન્ય કરતા 15 ટકા ઓછો વરસાદ પડ્યો છે. વાવણી પણ 25 ટકા ઘટી છે.એક બાજુ હજુ 20 તારીખ સુધી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.અમદાવાદ સહિત અનેક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે.આજે બપોર પછી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે.વરસાદી સિસ્ટમ રાજસ્થાનથી કચ્છ તરફ આગળ વધશે. જો કે 17 અને 18 સપ્ટેમ્બરે વરસાદી ઝાપટા પડી શકે છે.

ગુજરાતમાં ચોમાસાની સીઝનનો સરેરાશ વરસાદ 84.38 ટકા,રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ 84.38 ટકા ,રાજ્યમાં હજુપણ વરસાદની સરેરાશ 17 ટકા ઘટ તોદક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી ઓછો 48.62 ટકા વરસાદ છે.સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.

 

Breaking News : અમદાવાદમાં 20 વર્ષના બેફામ કારચાલકે અકસ્માત સર્જયો, કારના ભુક્કા બોલી ગયા, જુઓ Video  અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.