Breaking News: મહેસાણા મનપામાં ભાજપનો દબદબો, 20 બેઠકો પર જીત સાથે અનેક વોર્ડમાં પેનલ વિજેતા
Mehsana Local Body Election results: વોર્ડ નંબર 1, 6, 7, 10 અને 11માં ભાજપની આખી પેનલ વિજેતા બનતા પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. અનેક વોર્ડમાં મળેલી આ જીત મતદાતાઓનો ભાજપ પર વિશ્વાસ દર્શાવે છે.
Mehsana Local Body Election results: મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મજબૂત પ્રદર્શન સાથે દબદબો જાળવી રાખ્યો છે. 52 બેઠકો ધરાવતી મનપામાં ભાજપે અત્યાર સુધી 20 બેઠકો પર જીત નોંધાવી છે, જેમાં 5 બેઠકો બિનહરીફ જીતવામાં આવી છે, જ્યારે 15 બેઠકો પર મતદાન દ્વારા વિજય મળ્યો છે.
મતદાતાઓનો ભાજપ પર વિશ્વાસ દર્શાવે છે
ખાસ કરીને વોર્ડ નંબર 1, 6, 7, 10 અને 11માં ભાજપની આખી પેનલ વિજેતા બનતા પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. અનેક વોર્ડમાં મળેલી આ જીત મતદાતાઓનો ભાજપ પર વિશ્વાસ દર્શાવે છે.
મહેસાણા મનપાની ચૂંટણીમાં ભાજપનું આ પ્રદર્શન રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એક તરફ પક્ષે બિનહરીફ બેઠકો જીતી મજબૂત પાયો બતાવ્યો છે, તો બીજી તરફ મતદાનવાળી બેઠકોમાં પણ પ્રભાવ જાળવી રાખ્યો છે.
બાકીના પરિણામો પર હવે સૌની નજર
પરિણામો બાદ શહેરમાં ભાજપ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ જીતને વિકાસના એજન્ડા પર જનતાની મહોર તરીકે જોવામાં આવી રહી છે. બાકીના પરિણામો પર હવે સૌની નજર છે, પરંતુ હાલના ટ્રેન્ડમાં ભાજપ આગળ દેખાઈ રહી છે.
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી