Breaking News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં માંડલ તાલુકા ભાજપમાં ભડકો, ભાજપના હોદ્દેદાર કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

| Edited By: | Updated on: Apr 07, 2026 | 12:03 PM

રિબડી ખાતે યોજાયેલ કોંગ્રેસની સેન્સ બેઠકમાં BJP સંગઠનના પૂર્વ મહામંત્રી સહિત ગ્રામ્ય કાર્યકરોએ BJP સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.માંડલ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી અને માંડલના પૂર્વ સરપંચ અને ભાજપના સક્રિય કાર્યકર રહી ચૂકેલા એવા કૌશિકભાઈ ઠાકોર સહિત ભાજપના હોદેદાર કાર્યકરો કોગ્રેસમા જોડાયા છે.અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ઉપસ્થિતિમા કોગ્રેસ નો કેસ ધારણ કર્યો હતો.

અમદાવાદ જિલ્લા પંચાયત અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નગરપાલિકા, તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગંલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે ચૂંટણીઓ આવતાં હવે રાજકીય પક્ષો દ્વારા ટીકીટ ફાળવણીને લઈ કવાયતો હાથ ધરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે માંડલના રિબડી ગામે જિલ્લા આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ સાથે જ પક્ષપલટાની મોસમ પણ શરુ થઇ ગઇ છે.

માંડલ તાલુકામાં ભાજપ સંગઠનમાં ભડકો

ચૂંટણીઓ પહેલાં ટિકિટ ફાળવણી પહેલાં અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ભાજપમાં નારાજગી ચોક્કસપણે દેખાઈ રહી છે. માંડલ તાલુકા ભાજપ સંગઠનના બે ટર્મ માટે મહામંત્રી અને માંડલના પૂર્વ સરપંચ તેમજ ભાજપના સક્રિય કાર્યકર રહી ચૂકેલા એવા કૌશિકભાઈ ઠાકોર અને તેમની સાથે માંડલ ગ્રામ્યના ભાજપના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરોમાં નાનુજી ઠાકોર,વાલજીભાઈ ઠાકોર,દિલુજી ઠાકોર,શંકરજી ઠાકોર,નાગરસંગ ઠાકોર સહિતના લોકોએ ભાજપ સાથેનો છેડો ફાડીને આજે રિબડી ખાતેની કોંગ્રેસની સેન્સ બેઠકમાં કોંગ્રેસ જિલ્લાના આગેવાનોના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

 

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખરો જંગ જામ્યો

વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ગોહિલ, વિધાનસભા પ્રભારી ચેતન ખાચર, સૂફીયાન મલેક, જિલ્લા મહામંત્રી ભલુભાઈ ભરવાડ, કોંગ્રેસ સમિતિ પ્રમુખ ડી.કે.ઠાકોર, પૂર્વ સમિતિ પ્રમુખ બાલાજી ઠાકોર, અમદાવાદ જિલ્લા મહામંત્રી અશોકભાઈ ઠાકોર સહિતની ઉપસ્થિતમાં ઉમેદવાર પસંદગી અને અંતિમ તબક્કામાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આ બધાની વચ્ચે હવે માંડલ ભાજપમાં ચૂંટણી પહેલા જ ભડકો થયો છે. હોદ્દેદારો અને કાર્યકરો સાથે પાંચ છ લોકો કોંગ્રેસમાં જોડાઈ જતાં હવે તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખરો જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો

Follow Us