AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામ દરમિયાન હુમલો, મારામારીનો જુઓ Video

થોડા સમય પહેલા કાજલ મહેરિયાના પ્રેમ લગ્ન ચર્ચામાં આવ્યો હતો. હાલમાં લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2026 | 11:00 AM
Share

જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્ન મામલે થોડા દિવસ પહેલા વિવાદ આવ્યો હતો. પરિવાર અને સમાજની જાણ બહાર કાજલ મહેરિયાએ લગ્ન કર્યાની પોસ્ટ વાયરલ થઈ હતી. જે બાદ કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ખુલાસો હતો. ત્યારે હવે લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે.

હુમલો કૌટુંબિક વિવાદના કારણે થયો

ડઢાણા ગામે ચાલુ કાર્યક્રમમાં હુમલો કરવામાં આવ્યો છે. લાઈવ પ્રોગ્રામ દરમિયાન હિંસક ઘટનાથી અફરાતફરી મચી હતી.લગ્ન પ્રસંગે ગરબા કાર્યક્રમમાં બનેલ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં પોલીસ આરોપીઓની અટકાયત કરવા અને હુમલા પાછળના મુખ્ય હેતુને સ્પષ્ટ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પહેલા પણ પ્રેમ લગ્ન બાદ અલ્પેશ અને તેના સાસરી પક્ષના લોકોને સતત ધમકીઓ મળતી હોવાના ગંભીર આક્ષેપો પણ કાજલ દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી આ હુમલા પાછળના કારણો અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ હુમલો કૌટુંબિક વિવાદના કારણે થયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાજલ મહેરિયાનો લગ્ન વિવાદ શું હતો?

કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી અલ્પેશ નામના યુવક સાથે પોતાની મરજી લગ્ન કર્યાનો ખુલાસો કર્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યુ હતુ. કોઈપણ દબાણ વગર સ્વતંત્ર નાગરિક તરીકે લગ્ન કર્યાની જાહેરાત કરી છે. પોતે સનાતન ધર્મમાં જ માને છે અને ધર્મ પરિવર્તન ન કર્યાની સ્પષ્ટતા કરી છે. પરિવારની સંમતિ ન હોવાથી પોતાના ભવિષ્ય માટે જાતે નિર્ણય લીધો હતો.પરિવાર, સાસરી પક્ષ તરફથી મારી નાખવાની ધમકી મળ્યાનો પણ આક્ષેપ છે. જો કોઈ નુકસાન પહોંચાડશે કે ખોટી ટિપ્પણી કરશે તો કાર્યવાહીની પણ કડક ચિમકી આપી છે.

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">