Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ, પ્રમુખપદ માટે રાજકીય રસાકસી તેજ

| Edited By: | Updated on: Apr 28, 2026 | 1:53 PM

જૂનાગઢ તાલુકા પંચાયતના પરિણામોએ રસપ્રદ રાજકીય ચિત્ર ઊભું કર્યું છે. કુલ 18 બેઠકોમાંથી ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેએ 9-9 બેઠકો જીતતા ટાઈની સ્થિતિ સર્જાઈ છે. પરિણામ બાદ હવે પ્રમુખ પદ કઈ પાર્ટીના ફાળે જશે તે મુદ્દે ચર્ચાઓ અને રાજકીય ગણિત તેજ બન્યું છે.

સમાન બેઠકો મળતાં હવે અપક્ષો, સમર્થન અને આંતરિક સમીકરણો મહત્વના બનવાના છે. તાલુકા પંચાયતના આ પરિણામે ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર સ્પષ્ટ કરી છે.

જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી

બીજી તરફ જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી મજબૂત પ્રદર્શન કર્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળી છે. કોંગ્રેસનું હજુ ખાતું ખુલ્યું નથી અને 5 બેઠકો પર મતગણતરી ચાલુ છે.

માળીયાહાટીના જુથળ જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર કાથળભાઈ ગોદળભાઈ સિંધવ 5871 મત મેળવી વિજેતા જાહેર થયા છે. આ જીત ભાજપ માટે વધુ મજબૂતીનો સંકેત માનવામાં આવી રહી છે. હાલ તાલુકા પંચાયતના પ્રમુખપદને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ, મત કેન્દ્રો પર સવારે 9 કલાકથી થશે મતગણતરી

Follow Us