Breaking News: રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાના મેદાનમાં, CCTV અને પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
Breaking News: વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે. સેન્ટર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે વિદ્યાર્થીઓને લોકેશન પણ મોકલવામાં આવ્યા છે.
Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. કુલ 15 લાખ 27 હજાર 724 વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10માં 9 લાખ 7 હજાર 175 વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 1 હજાર 286 અને વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 19 હજાર 263 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
CCTV કેમેરા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પરીક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ કરવામાં આવ્યા છે. પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં પહેલેથી જ પહોંચાડી દેવાયા છે અને પેપર લીક જેવી ગેરરીતિ રોકવા CCTV કેમેરા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રશ્નપત્રો પરીક્ષા દિવસે ખાસ વાહનો દ્વારા કેન્દ્રો સુધી મોકલાશે અને વાહનોનું GPS ટ્રેકિંગ પણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને લોકેશન પણ મોકલવામાં આવ્યા
વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે. સેન્ટર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે વિદ્યાર્થીઓને લોકેશન પણ મોકલવામાં આવ્યા છે. ચાલુ પરીક્ષા દરમિયાન કોઈ બોમ્બ ધમકી મળે તો પોલીસની SOP મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી અફરાતફરીનો માહોલ ન સર્જાય.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.