Breaking News : માછીમારી માટે ગયેલા 5 માછીમારો પોરબંદરના દરિયામાં ગુમ થયાના સમાચારે મચાવી દોડધામ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદરના તોફાની દરિયામાં માછીમારો ગુમ થવાનું સામે આવ્યુ હતું, પરંતુ સદનસીબે બોટમાં સવાર તમામ માછીમાર હેમખેમ પરત ફર્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદરના તોફાની દરિયામાં માછીમારો ગુમ થવાનું સામે આવ્યુ હતું, પરંતુ સદનસીબે બોટમાં સવાર તમામ માછીમાર હેમખેમ પરત ફર્યા છે. જય સાંકરીયા કૃપા નામની બોટ દરિયાકાંઠે પરત ફરી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો ગુમ થવા હોવાની માહિતી મળી હતી. હવામાન વિભાગે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી દરિયો ખેડવા પર પ્રતિબંધ મુક્યો છે. ફિશરીઝ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સમગ્ર ઘટનાની જાણ મરીન પોલીસને કરતા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી.
પોરબંદરના દરિયામાં તણાઈ જવાથી એક યુવકનું મોત
બીજી તરફ આ અગાઉ પોરબંદરના સમુદ્રના તોફાની મોજામા એક યુવકનું તણાઈ જવાથી મોત થયું હતું. પોરબંદરના ખાપટ વિસ્તારના ચાર જેટલા યુવકો તોફાની સમુદ્રમાં નાહવા માટે પડ્યા હતા. ઉંચા મોજાના કારણે અશોક કાના ભોગેસરા નામના 30 વર્ષીય યુવક તોફાની મોજામાં ડૂબી ગયો હતો. સાથે નાહવા ગયેલ અન્ય ત્રણેય યુવાનોએ જીવ બચાવવા કોશિશ કરી પરંતુ અશોકનું ઘટના મોત થયું હતું.
સાથી મિત્રો અને આસપાસના લોકોએ 108ની મદદ માંગી પરંતુ પાણીમાં ગયેલ અશોક કાના ભોગસર મૃત્યુ પામ્યો હતો. થોડા દિવસ પહેલા પણ અન્ય એક યુવક તોફાની મોજામાં તણાઈ ને મોતને ભેટ્યો હતો. ત્યાં આજે વધુ એક યુવકનું તોફાની મોજામાં ડૂબી જવાથી મોત થયું હતું.