પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ, બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયા, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે.બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ જોવા મળ્યો છએ. પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.
ગુજરાતમાં ફરી એક વાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે.બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ જોવા મળ્યો છે. પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. મળતી માહિતી અનુસાર બેંગકોક ફરવા ગયેલા પરિવારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સંકમ્રિત બાળક હાલ હોમ આઈસોલેશનમાં છે. પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં 34 કોરોના કેસ એક્ટિવ
ગુજરાતમાં ધીમા પગલે ફરી કોરોનાએ પગ પેસારો કર્યો છે. ગઈકાલે વધુ નવા 21 જેટલા કેસ નોંધાયા છે જેને કારણે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે. જેમાંથી 32 જેટલા તો કેસ માત્ર અમદાવાદમાં છે. જોકે સૌથી ગંભીર એ બાબત છે કે ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને આ ત્રણેય દર્દીઓ અમદાવાદની અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે, કોરોનાના વધતા કેસને લઈવે AMC સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. SVP, શારદાબેન અને એલજી હોસ્પિટલમાં વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.
કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હવે ફરી વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
