Breaking News: કોંગ્રેસમાં ટિકિટને લઈ અસમંજસ! અમદાવાદ મનપામાં અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video

| Edited By: | Updated on: Apr 11, 2026 | 12:55 PM

અમદાવાદમાં મ્યુનિસિપલ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અનેક વોર્ડમાં હજુ પણ ટિકિટને લઈને ખેંચતાણ ચાલુ છે, જેના કારણે ઉમેદવારોમાં અનિશ્ચિતતા ફેલાઈ છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અનેક વોર્ડમાં હજુ પણ ટિકિટને લઈને ખેંચતાણ ચાલુ છે, જેના કારણે ઉમેદવારોમાં અનિશ્ચિતતા ફેલાઈ છે.

કેટલાકમાં આખી પેનલ જ જાહેર કરવાની બાકી

મળતી માહિતી મુજબ 48 વોર્ડમાંથી હજુ પણ 14 વોર્ડ માટે ઉમેદવારોના નામ જાહેર થયા નથી. કેટલાક વોર્ડમાં એક-બે નામ બાકી છે તો કેટલાકમાં આખી પેનલ જ જાહેર કરવાની બાકી છે. સિટીંગ કાઉન્સિલરોની ટિકિટ કાપવી કે નહીં તે મુદ્દે ધારાસભ્યો અને સિનિયર નેતાઓ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે.

દરિયાપુર વોર્ડમાં માત્ર નિરવ બક્ષીનું નામ જાહેર થયું છે જ્યારે અન્ય ત્રણ નામ હજુ બાકી છે. જોધપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર-રખિયાલ અને જમાલપુર જેવા મહત્વના વોર્ડમાં હજુ સુધી આખી પેનલ જાહેર થઈ નથી. ઉપરાંત વાસણા, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા અને ગોમતીપુરમાં પણ ઉમેદવારોના નામ જાહેર કરવા બાકી છે.

બે ઉમેદવારો અંગે સસ્પેન્સ યથાવત

દાણીલીમડા વોર્ડમાં નેતા વિપક્ષ રહેલા શહેજાદખાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અન્ય ત્રણ નામ અંગે હજુ સ્પષ્ટતા નથી. રામોલ-હાથીજણ વોર્ડમાં બે નામ જાહેર થયા છે જ્યારે બે ઉમેદવારો અંગે સસ્પેન્સ યથાવત છે.

આ સમગ્ર પરિસ્થિતિને કારણે કોંગ્રેસમાં અંતિમ ઘડીએ પણ ગોટાળો અને આંતરિક ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે કે અંતિમ ક્ષણે પક્ષ કેટલો ઝડપી નિર્ણય લઈને ઉમેદવારો જાહેર કરે છે.

Breaking News : અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ List

Published on: Apr 11, 2026 12:53 PM
Follow Us