AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગરમીમાં આરોગ્ય સાથે કોઈ સમજૂતી નહીં! AMCનું બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ, જુઓ Video

Ahmedabad Municipal Corporation દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં કાર્યરત બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધતી ગરમીમાં ઠંડા પીણાં અને બરફનો વપરાશ વધી જતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને AMCએ આ ખાસ અભિયાન શરૂ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2026 | 1:35 PM
Share

Ahmedabad Municipal Corporation દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં કાર્યરત બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધતી ગરમીમાં ઠંડા પીણાં અને બરફનો વપરાશ વધી જતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને AMCએ આ ખાસ અભિયાન શરૂ કર્યું છે.

માહિતી અનુસાર, AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બરફ બનાવવામાં વપરાતા પાણીની ગુણવત્તા, ક્લોરીન લેવલ અને ફેક્ટરીઓની સાફ સફાઈની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ખાસ કરીને તપાસ્યું કે ફેક્ટરીઓમાં દરરોજ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં અને પાણી શુદ્ધિકરણના નિયમોનું પાલન થાય છે કે નહીં.

લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે

AMCના જણાવ્યા અનુસાર, દર મહિને બે વખત પાણીના નમૂનાઓ લેવામાં આવે છે. જેમાં એક નમૂનો ખાનગી લેબોરેટરીમાં અને બીજો AMCની સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા બરફની ગુણવત્તા અને પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે.

ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી થશે

શહેરમાં કુલ 6 બરફની ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 4 ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

AMCના આ પગલાથી ગરમી દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત બરફ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી પાણીજન્ય રોગો અને આરોગ્ય સંબંધિત જોખમો ટાળી શકાય.

Breaking News : ચૂંટણી પૂર્ણ, વિવાદ યથાવત, કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે ખોટી ડિગ્રીના આક્ષેપ કર્યા,જુઓ Video

Follow Us
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">