AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચૂંટણી પૂર્ણ, વિવાદ યથાવત, કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે ખોટી ડિગ્રીના આક્ષેપ કર્યા,જુઓ Video

Breaking News : ચૂંટણી પૂર્ણ, વિવાદ યથાવત, કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે ખોટી ડિગ્રીના આક્ષેપ કર્યા,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2026 | 1:00 PM
Share

અમદાવાદના નરોડા વોર્ડ ચૂંટણી મામલે કોંગ્રેસનો મોટો આરોપ લગાવ્યો છે. “ખોટી ડોક્ટરની ડિગ્રી બતાવી મતદારોને ભ્રમિત કરાયા”નો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.નરોડા વોર્ડના ચૂંટાયેલા સભ્ય પર ગંભીર સવાલો થઈ રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીના રિઝલ્ટ પણ આવી ગયા છે પરંતુ કેટલાક વિવાદો હજી યથાવત છે. અમદાવાદના નરોડા વોર્ડમાં જીતેલા ભાજપ ઉમેદવાર પર ડિગ્રી મામલે ગંભીર આક્ષેપ લાગ્યા છે. આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાંથી વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવાર કલ્પના કોડેકર સામે બોગસ LC ના ઉપયોગનો મામલો સામે આવ્યો હતો.

ડૉક્ટરની ખોટી ડિગ્રી દર્શાવી

નરોડા વોર્ડના ભાજપ ઉમેદવાર ચંદા પટેલે ડૉક્ટરની ખોટી ડિગ્રી દર્શાવી છે. તેવા આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આકરા પ્રહાર કરતા કહ્યું કે,ચંદા પટેલની ડૉક્ટરની ડિગ્રી બોગસ છે. તેમણે ખોટા દસ્તાવેજો બનાવીને પોતાને ડૉક્ટર દર્શાવીને મતદારોને ગેરમાર્ગે દોર્યા છે.આ બાબત સીધી છેતરપિંડી અને ગંભીર ગુનો છે. તેમણે ડૉક્ટર શબ્દનો દુરૂપયોગ કર્યો છે.સાથે એવા પણ આક્ષેપ કર્યા કે ચંદા પટેલે દસ્તાવેજમાં જે સંસ્થા દર્શાવેલી છે, તે ખરેખર અસ્તિત્વમાં જ નથી.

પોલીસની કામગીરી પર સવાલ

આ મામલે કોંગ્રેસના ઉમેદવાર રહેલા જીગર વ્યાસે પોલીસમાં ફરિયાદ અરજી આપી છે અને ચંદા પટેલું સભ્ય પદ રદ કરીને ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે.આ ઉપરાંત, કોંગ્રેસે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, અમારા વિરૂદ્ધ તાત્કાલિક FIR થાય છે પરંતુ ભાજપ ઉમેદવાર વિરૂદ્ધમાં પુરાવા હોવા છતાં FIR નોંધાઇ રહી નથી મહત્વનું છે, આ મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની વાત કરી છે. હવે, ડિગ્રીના વિવાદ અંગે શું સ્પષ્ટતા થશે તે જોવું રહ્યું.મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું લોકશાહી અને મતદારોના વિશ્વાસ સાથે છેતરપિંડી સહન નહીં.

 

Breaking News : AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC ઝડપાયું, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">