FIFA World Cup 2026 : ચાર્જ કરવો પડે છે ઓફિશિયલ ફૂટબોલ, તેનું સિક્રેટ જાણી ચોંકી જશો
FIFA World Cup 2026ની આધિકારિક બોલ Trionda માત્ર ફુટબોલ જ નથી પરંતુ એક સ્માર્ટ ડિવાઈઝ છે. જેમાં 500H2 મોશન સેન્સર લાગેલું છે. જે દરેક સેકન્ડે 500 વખત ડેટા રેકોર્ડ કરે છે. તો ચાલો આ ફુટબોલના ફ્રીચર્સ વિશે જાણીએ.

ફુટબોલના મેદાનમાં જોવા મળતા બોલ જોઈ ખુબ ઓછા લોકો એવું વિચારતા હોય કે, આની અંદર એક હાઈ ટેક સેન્સર બેટરી અને રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ વાળું કોમ્પયુટર છુપાયેલું હોઈ શકે, ફીફા વર્લ્ડકપ 2026ની આધિકારિક મેચ બોલ Trionda પણ કાંઈ આવો જ છે. માત્ર ગોલ કરવાની રીત અલગ નથી. રેફરી અને વીએઆર સિસ્ટમની મદદ કરનારું એક સ્માર્ટ ડિવાઈઝ પણ છે. ચાલો આ વિશે તમને વિસ્તારથી જણાવીએ.
FIFA World Cup 2026ના બોલનું નામ Trionda રાખવામાં આવ્યું છે. જેનો અર્થ થ્રી વેવ એટલે કે, 3 લહેર છે. જે અમેરિકા, કેનેડા અને મેક્સિકો 3 મેજબાન દેશોનું પ્રતિક છે.
બોલની અંદર છુપાયેલું છે 500H2 સેન્સર
Triondaમાં connected Ball Technology આપવામાં આવી છે. જેની અંદર એક એડવાન્સ મોશન સેન્સર લાગેલું છે. જે બોલની દરેક એક્ટિવિટીનો રેકોર્ડરાખે છે. આનો મતલબ એ થયો કે, બોલ પ્રતિ સેકન્ડ 500 વખત પોતાની ગતિ, દિશા,સ્પિન અને ટચ સાથે જોડાયેલ ડેટાને કેપ્ચર કરે છે.
સેન્સર એટલું ફાસ્ટ હોય છે કે, જે જલ્દી ડેટા રેકોર્ડ કરે છે. ક્યા ખેલાડીએ ક્યારે બોલને ટચ કર્યો. આનો સટીક સમય પણ સિસ્ટમની પાસે ઉપલબ્ધ રહે છે. આ જાણકારી પછી VAR અને સેમી ઓટોમેટેડ ઓફસાઈડ ટેક્નોલોજી માટે ખુબ કામની સાબિત થઈ શકે છે.
ઓફસાઈડ નિર્ણયમાં મળે છે મદદ
આજકાલ ફુટબોલ મેચમાં ઓફસાઈડના નિર્ણય હંમેશા મિલીમીટરના અંતર પર નિર્ભર કરે છે.Triondaનું સેન્સર દરેક ટચનો સટીક ટાઈમસ્ટેમ્પ રેકોર્ડ કરે છે અને આ ડેટા રિયલ ટાઈમમાં વીડિયો અસિસ્ટેન્ટ રેફરી સિસ્ટમ સુધી પહોંચાડે છે. ત્યારબાદ સ્ટેડિયમમાં લાગેલા કેમેરાથી મળેલા ડેટાની સાથે આને મેળવી નક્કી કરવામાં આવે છે કે, પાસે જતી વખતે ખેલાડી ઓફસાઈડ પોઝીનમાં હતો કે નહી.
ચાર્જ કરવો પડે છે ફુટબોલ
Triondaની અંદર રહેલું ઈલેક્ટ્રોનિક્સ અને વાયરલેસ ટ્રાન્સમિશન સિસ્ટમને એનર્જી અને પાવરની જરુર હોય છે. આ કારણ છે કે, આ બોલમાં રિચાજેબલ સિસ્ટમ આપવામાં આવી છે. મેચ પહેલા આ બોલને ચાર્જ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વર્લ્ડકપની આધિકારિક બોલ હવે એક ગેઝેટ તરીકે કામ કરે છે.
