Breaking News : પ્લેન ક્રેશ ઘટનામાં અત્યાર સુધીમાં 188 પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા,જુઓ Video
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી 188 પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા છે. 188 સેમ્પલ મૃતદેહ સાથે DNA ટેસ્ટ કરાશે. દુર્ઘટનામાં કુલ 241 મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાઈ રહ્યા છે.
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી 188 પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા છે. 188 સેમ્પલ મૃતદેહ સાથે DNA ટેસ્ટ કરાશે. દુર્ઘટનામાં કુલ 241 મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર હજુ 54 પરિવારજનોના સેમ્પલો લેવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે મૃતદેહો પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 241 લોકોના મૃત્યુની પુષ્ટિ એર ઇન્ડિયાએ કરી છે. જેમાંથી એક મૃતદેહને પરિવારને સોંપાયો છે. પ્લેન ક્રેશ બાદ બ્લાસ્ટ થઇને આગ લાગતા મુસાફરોના મોત થયા હતા. મુસાફરોના મૃતદેહ જાણે કોલસા બની ગયા હતા. મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ હતી. કેટલાક લોકોના તો હાથ-પગ પણ છુટા થઇ ગયા હતા. જે પછી તેમના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ સાથે જ મૃતદેહોની ઓળખ કરીને તેને પરિવારોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતકોના પરિવારજનો DNA સેમ્પલ આપવા માટે સિવિલ પહોંચી રહ્યા છે. ઓળખ પછી એક પછી એક મૃતદેહ પરિવારને સોંપાશે.
અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
