ભાવનગરનું સરકારી ગોડાઉન સંપૂર્ણપણે રામભરોસે, છતાં તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં !

Bhavnagar: સરકારી ગોડાઉનમાં એક પણ જગ્યાએ CCTV નથી અને સિક્યુરિટી ગાર્ડ (Security Guard) પણ મુકવામાં આવ્યા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 9:04 AM

ભાવનગરમાં(Bhavnagar)  ગરીબોના અનાજના કાળા કારોબારના માફિયા બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણકે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ વારંવાર ઝડપાય છે, છતાં તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું નથી. તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જયાં સરકારી ગોડાઉન સંપૂર્ણપણે રામભરોસે ચાલી રહ્યું છે. સરકારી ગોડાઉનમાં એક પણ જગ્યાએ CCTV નથી અને કોઈ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ (Security Guard) પણ મુકવામાં આવ્યા નથી.

બેફામ અનાજ માફિયા પર લગામ કયારે ?

ત્યારે અહીં સવાલ થાય છે કે, શું આવા ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનો કાળો કારોબાર ચાલે છે.બેફામ અનાજ માફિયાઓ સામે પુરવઠા વિભાગની ટીમ કેમ કાર્યવાહી નથી કરતી.તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.આ રામભરોસે ચાલતા સરકારી ગોડાઉનમાં CCTV અને સિકયુરિટી ગાર્ડ કયારે મુકવામાં આવશે તે આવનાર સમય જ બતાવશે.

તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા

આ તરફ કોંગ્રેસે તંત્ર પર આરોપ લગાવતા કહ્યું કે, સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવા માટે અનાજ માફિયાઓના ભાવનગરથી દિલ્લી સુધી હપ્તા ચાલે છે.સરકારી અનાજના કૌભાંડ પાછળ મુખ્ય ચહેરો કોણ છે તે આજ દિન સુધી પુરવઠા વિભાગ સામે લાવી શકી નથી.જેના કારણે હાલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">