સુરત: વાયુ પ્રદૂષણ અટકાવવાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સુરત મહાનગરપાલિકા (SMC) એ એક કન્સ્ટ્રક્શન સાઇટને ₹5 લાખનો મોટો દંડ ફટકાર્યો છે. ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા માટે મનપા કમિશનર શાલિની અગ્રવાલ જ્યારે સ્થળ પર પહોંચ્યા હતા, તે જ સમયે મટિરિયલ અને ધૂળ ઉડાડતી એક ટ્રક પસાર થઈ હતી. કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપતા સામે આવ્યું કે, બાંધકામ સ્થળે વાયુ પ્રદૂષણ અટકાવવા માટે જરૂરી ગ્રીન નેટ જેવી વ્યવસ્થાઓનો સદંતર અભાવ હતો. નિયમભંગ અને બેદરકારી બદલ કમિશનર દ્વારા તત્કાળ એન.પી. ડોબરિયાને ₹5 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.