મહેસાણાઃ કડી APMCમાં લહેરાયો BJPનો ભગવો, ખેડૂત વિભાગની 10 બેઠક પર જીત
મહેસાણાના કડી માર્કેટ યાર્ડની 10 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભાજપે તમામ 10 બેઠકો પર જીત મેળવી છે. આમ ભાજપે ફરી એકવાર કડી માર્કેટયાર્ડમાં ભાજપની સત્તા યથાવત રહી છે. આમ તો સામાન્ય રીતે કડી માર્કેટયાર્ડમાં ચૂંટણી બીનહરીફ રહેતી હોય છે. પરંતુ આ વખતે 90 ઉમેદવારો મેદાને પડતા ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.
મહેસાણા જિલ્લામાં ચૂંટણી નાની હોય કે મોટી પરંતુ અહીં રાજકારણ જાણે કે ગરમ જ રહેતુ હોય છે. કડી માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ફરીથી સત્તા હાંસલ કરી છે. કડી માર્કેટયાર્ડમાં ફરી એકવાર રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉમેદવાર બન્યા હતા. તેઓ બીનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા હતા.
જોકે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 90 ઉમેદવારો મેદાને આવતા રાજકારણ ગરમાયુ હતુ. અહીં ચૂંટણીને બદલે બીનહરીફની પરંપરા જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આમ છતાં કેટલાકે ઉમેદવારી કરી હતી. જોકે આખરે સમર્થન જાહેર કરવામાં આવ્યુ હતુ. ચૂંટણીના બુધવારે પરીણામો આવ્યા છે અને જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય તમામ બેઠકો પર થયો છે.
આ પણ વાંચોઃ ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, ગાયકવાડ 7માં ક્રમે અને રવિ બિશ્નોઈ ટોપ-5 માં સામેલ
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 06, 2023 04:22 PM
Latest Videos
