Narmada : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી દરેક રાજ્યોના આરોગ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ

ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Ministry) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે 5 થી 7 મે 2022 દરમિયાન આ શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 9:12 AM

આરોગ્ય ક્ષેત્રના (Health) વેગ માટે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) , કેવડિયા ખાતે ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો છે. તમને જણાવી દઈએ કે, ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે 5 થી 7 મે 2022 દરમિયાન આ શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ પહેલા13મી સ્વાસ્થ્ય ચિંતિન શિબિરનું(Chintal Shibir)  દિલ્હી ખાતે આયોજન થયુ હતુ.જ્યારે આ વખતે પ્રથમ વખત કેવડીયા (Kevadia)ખાતે ૧૪મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય ત્રિ-દિવસીય ચિંતન શિબિરનું આયોજન થઇ રહ્યું છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટરો પણ આ શિબિરમાં જોડાશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) માર્ગદર્શન અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના વડપણ હેઠળ યોજાનાર આ રાષ્ટ્રિય ચિંતન શિબિરમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ , કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવો , અધિક આરોગ્ય સચિવઓ, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ, આરોગ્ય કમિશનરઓ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટરો પણ આ શિબિરમાં જોડાશે.

આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા

આ ચિંતન શિબિરના પ્રથમ દિવસે ઉદઘાટન સત્રમાં રજીસ્ટ્રેશન, સ્વાગત, પરિચય વિધિ બાદ દરેક રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.જ્યારે સાંજે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">