રાજકોટના જસદણમાંથી 24 લાખની કિંમતનું ગેરકાયદે બાયો-ડીઝલ ઝડપાયું

જસદણના આટકોટમાં ગેરકાયદે બાયોડિઝલનો જથ્થો ઝડપાયો છે. જેમાં આટકોટ ગ્રીન હોટેલ નજીકથી આ જથ્થો ઝડપાયો હતો.

ગુજરાતના(Gujarat)રાજકોટના(Rajkot)જસદણના(Jasdan)આટકોટમાં ગેરકાયદે બાયોડિઝલનો જથ્થો ઝડપાયો છે. જેમાં આટકોટ ગ્રીન હોટેલ નજીકથી આ જથ્થો ઝડપાયો હતો. જેમાં રાજકોટ SOGએ દરોડા પાડી જથ્થો ઝડપ્યો છે. જેમાં પેટ્રોલિયમ એન્ડ રોડવેઝ નામના ગોડાઉનમાંથી બાયોડિઝલ મળી આવ્યું હતું. જેમાં રૂપિયા 24.72 લાખની કિંમતનું 41,200 લીટર બાયોડીઝલ મળી આવ્યું છે.

ગુજરાત (Gujarat)ના નકલી બાયો ડીઝલ (Bio Diseal)ના વેચાણ અટકાવવાના રાજ્ય સરકારની ઝુંબેશના સકારાત્મક પરિણામ સામે આવ્યાં છે. જેના લીધે છેલ્લા છ માસમાં પેટ્રોલ -ડીઝલના વેચાણની આવકમાં 11 ટકાનો વધારો થયો છે . તેમજ રાજય સરકારને પણ કરવેરાની આવકમાં 1662 કરોડનો વધારો થયો છે.

રાજ્ય સરકારે બાયોડિઝલના નામે વેચાતા ભળતા પદાર્થ મામલે લાલ આંખ કરી છે અને આવા ભળતા પદાર્થનું અનઅધિકૃત વેચાણ બંધ કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે.મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં  બાયોડિઝલનના નામે વેચાતા ભળતા પદાર્થ મામલે કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે.

સાથે જ રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિનનું કડક અમલીકરણ કરવાની સૂચનાઓ આપી છે.તો ગેરકાયદે થતા વેચાણ અટકાવવા મામલે સ્ટેટ લેવલની કમિટીની રચના કરવામાં આવશે અને બાયોડિઝલના વેચાણ અંગે નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવામાં આવશે તો સોલવંટ-પેટ્રોલિયમ પદાર્થોની આયાત અટકાવવા પણ સૂચનાઓ અપાઇ છે. જેના પગલે દરેક જિલ્લામાં એસઓજી દ્વારા નકલી બાયો -ડીઝલ ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ, વિવિધ થીમ પર ગરબાની પ્રેક્ટિસ શરૂ

આ પણ વાંચો : ગુજરાતમાં મોસમનો 95 ટકા વરસાદ વરસ્યો, પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી થઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati