શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીની મોટી જાહેરાત; 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, કાળાબજારીઓને પણ ચેતી જવા કરી તાકીદ – જુઓ Video

શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીની મોટી જાહેરાત; 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, કાળાબજારીઓને પણ ચેતી જવા કરી તાકીદ – જુઓ Video

| Edited By: | Updated on: Mar 29, 2026 | 7:23 PM

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમિકોનું પલાયન રોકવા માટે તેમને 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉદ્યોગોને મળતા LPGની અછતને લઇને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શ્રમિકોનું પલાયન રોકવા માટે તેમને 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બદલ સાઉથ ગુજરાત મિલ એસોસિયેશનના હોદ્દેદારોએ સરકારનો આભાર માન્યો છે.

બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ગેસ અછતની કોઇપણ પ્રકારની અફવામાં ન આવશો.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગેસની કાળાબજારી કરનાર લોકો સામે ગુના પણ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ હર્ષ સંઘવીએ ઉદ્યોગોની અન્ય સમસ્યાઓ અંગે પણ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

Breaking News: સુરતીઓ માટે સૌથી મોટા સમાચાર આજથી સુરત મેટ્રોનો ટ્રાયલ રન શરૂ

Follow Us