ભૂપેન્દ્ર પટેલ સરકારનુ 17 ઓક્ટોબરે વિસ્તરણ, સ્વર્ણીમ સંકુલ-2ની બંધ પડેલ 8 ઓફિસમાં હાથ ધરાઈ સાફ સફાઈ, જુઓ વીડિયો
Bhupendra Patel Government Expansion: ગુજરાતમાં આગામી 17મી ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. હાલમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલ 8 જેટલી બંધ ઓફિસમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
Bhupendra Patel Cabinet expansion: ગુજરાતના રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ધમધમાટ ચાલી રહ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા ધારાસભ્યો અને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના વર્તુળમાં જરૂરથી ચહલ પહલ વર્તાઈ રહી છે. હાલમાં ભાજપના આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, આગામી 17મી ઓક્ટોબરના રોજ, ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. હાલમાં ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલ 8 જેટલી બંધ ઓફિસમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણમાં જે નવા પ્રધાનોને સમાવવામાં આવનાર છે તે 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને સમાવવામાં આવશે. આગામી 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિ, જાતિ અને મતદારો તેમજ વિવિધ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનારા ધારાસભ્યોને અગ્રતા આપવામાં આવશે.
આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમા આવેલા પરંતુ મંત્રીમંડળમાં સમાવશ નહીં થયેલા આગેવાનોને પણ આ વિસ્તરણમાં સમાવીને તેમને આપેલ પ્રધાન બનાવવાનું વચન ભાજપ પુરુ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ દિવાળી પહેલા ગુજરાતમાં ફુટશે રાજકીય ફટાકડા, વધુ એકવાર ભાજપ રચશે નવું મંત્રીમંડળ
