લોકસભા ચૂંટણીના પરિણામોની ગણતરીની કલાકો પહેલા જાણો ભાવેણાવાસીઓની પ્રતિક્રિયા, કેવુ રિઝલ્ટ ઈચ્છે છે ભાવનગરની જનતા – Video

વિશ્વની સૌથી મોટી લોકશાહીના સૌથી મોટા જનાદેશને બસ હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે આવો જાણીએ ભાવનગરની જતના આ પરિણામને લઈને શું માની રહી છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ દેશમાં ત્રીજીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે ત્યારે ભાવેણાવાસીઓ કોની સરકાર ઈચ્છે છે. જાણો

Ajit Gadhavi
| Edited By: | Updated on: Jun 03, 2024 | 2:12 PM

આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન અનેક મુદ્દાઓ મહત્વના રહ્યા. જેમા સૌથી ટોચ પર રામ મંદિર, હિંદુત્વ, મોંઘવારી, બેરોજગારી, રાષ્ટ્રવાદ સહિતના મુદ્દાઓ મહત્વના રહ્યા. ગુજરાતમાં આ વખતે ચૂંટણી દરમિયાન ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બહુ ચગ્યો હતો જેના કારણે ગુજરાતમાં ભાજપને નુકસાન જવાની શક્યતા દેખાઈ રહી હતી. જો કે જે પ્રમાણે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તેમા ગુજરાતમાં હેટ્રિક લગાવતા સતત ત્રીજીવાર ક્લિન સ્વીપ કરતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ NDA અને BJP તરફી આવ્યા છે.

આ અંગે ભાવેણાવાસીઓનો મત જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો. જેમા એક શહેરીજનનું જણાવવુ છે કે હિંદુત્વના મુદ્દા પર કોઈ પક્ષ ચૂંટણી લડી રહ્યો હોય તો તેની બહુમતી જ આવતી હોય છે અને ભાજપ જ્યારે હિંદુત્વના મુદ્દા પર અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી છે ત્યારે એટલે એમને બહુમતી જ મળે.

અન્ય એક શહેરીજન જણાવે છે કે વિકાસના કારણે ત્રીજીવાર દેશમાં મોદી સરકાર બનવા જઈ રહી છે. સરકારની અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી છે. ભ્રષ્ટાચાર ઘટ્યો છે. લોકોને સરકારી સહાયનો લાભ કોઈપણ કટકી વિના સીધો તેના ખાતામાં મળી રહ્યો છે.

એગ્ઝિટ પોલની સત્યતા અંગે એક શહેરીજન જણાવે છે કે અનેકવાર એવુ બન્યુ છે કે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. આ વખતે ગુજરાતમાં ક્ષત્રિયોનો મુદ્દો અસરકારક રહેશે અને ગુજરાતના પરિણામો પર તેની અસર જોવા મળશે.

આ પણ વાંચો: ભાવનગરમાં કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, ધારિયા, પાઈપ અને હોકી લઈને ટોલનાકા પર તૂટી પડ્યા અસામાજિક તત્વો- Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે પ્રગતિનો માર્ગ ખુલશે, નોકરીમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે પ્રગતિનો માર્ગ ખુલશે, નોકરીમાં લાભના સંકેત
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">