ભાવનગર: મહુવાના ઉમણિયાવદરથી 10 ગામને જોડતો રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં- જુઓ વીડિયો
ભાવનગર: મહુવાના ઉમણિયાવદરથી 10 ગાનને જોડતો રોડ છેલ્લા પાંચ વર્ષથી એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થવુ કોઈ જોખમથી ઓછુ નથી. આ રોડ કોઈ એક બે કિલોમીટર નહીં 20 કિલોમીટર સુધી જર્જરીત અને ઉબડ ખાબડ છે અને ભારે વાહનોને અહીંથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે.
ભાવનગરના મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામથી 10 ગામને જોડતો રોડ એટલી બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા લોકોના કમરના કટકા થઈ છે. છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તો બિસ્માર છે, લોકો પરેશાન છે પરંતુ તંત્રને કોઈ પરવા જ નથી. છેલ્લા પાંચ વર્ષથી રોડ બિસ્માર હોવા છતા ના તો તેનું રિપેરિંગ કરવામાં આવે છે. ના તો તેનું પેચવર્ક કરવામાં આવે છે. 10 ગામના લોકો આ રોડ પરથી નિયમિત અવરજવર કરે છે અને મહામુસીબતે વાહન ચલાવે છે. રોડની હાલત જોઈને વાહનચાલકો માથુ કૂટે છે. તેમની પરેશાની કોઈને સંભળાતી નથી.
આ બિસ્માર રોડ માત્ર એક બે કિલોમીટરમાં નથી. પુરો 20 કિલોમીટરનો રોડ ઉબડખાબડ ખરબચડા રોડવાળો થઈ ચુક્યો છે. ટુવ્હીલર ચાલકો અને ફોર વ્હીલર ચાલકોને અહીંથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. હેવી લોડિંગ વાહનોને પણ અહીંથી પસાર થવામાં જોખમ લાગે છે. અહીં રોડની બિસ્માર હાલત ચોમાસાની ઋતુ પુરતી નથી. હાલ શિયાળો માથે આવી ગયો છતા રોડની સ્થિતિ જેમની તેમ જ છે. ત્યાર સૌથી મોટો સવાલ એ છે કે શું આ રસ્તો સુધરશે ખરા?
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
