રાજ્યમાં માવઠાની સ્થિતિએ ખેડૂતોની વધારી ચિંતા, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ- વીડિયો

રાજ્યમાં કેટલાક જિલ્લામાં માવઠાની સ્થિતિ છે. અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં માવઠાએ ચિંતા વધારી છે. અરવલ્લી, ભરૂચ અને મહિસાગરમાં વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી છે અને શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2023 | 10:57 PM

રાજ્યમાં માવઠાની સ્થિતિએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. જેમા કાળિયાબીડ, વાઘવાડી રોડ, નિર્મળનગરમાં કમોસમી વરસાદ પડ્યો. વરસાદને પગલે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ તરફ અમરેલી જિલ્લાના ખાંભા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ખાંભાના નાનુડી, પીપળવા, ભાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધી છે.

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જેમા અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મોડાસા, મેઘરજ, માલપુર સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માવઠાની આગાહી કરી છે.

મધ્યગુજરાતમાં ભરૂચ જિલ્લામાં લગ્નમાં વરસાદ વિઘ્ન બન્યો. માવઠાને કારણે લગ્ન સમારંભના આયોજનોમાં વિક્ષેપ પડ્યો. વરસાદે લગ્ન સમારંભના રંગમાં ભંગ પાડ્યો. ઝાડેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.

મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબક્યો. ખાનપુર, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, કડાણા અને વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, મકાઈ, ગવાર, જુવાર સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે. ફરી માવઠુ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ ભાજપ મુખ્યાલય પહોંચ્યા પીએમ મોદી, કાર્યકરોએ લગાવ્યા મોદી મોદીના નારા- પીએમએ નતમસ્તક થઈ માન્યો આભાર

વડોદરામાં કમોસમી વરસાદ બાદ પણ સમસ્યા યથાવત છે. વડોદરાના શિનોરમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. શિનોરથી સાધલી વડોદરા તરફ જતા મુખ્ય માર્ગ પર રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલુ જ નહીં પાણી ભરાતા રોડના સળિયા પણ બહાર નીકળી ગયા છે. ત્યારે વાહનોને નુકસાન થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અમદાવાદ, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં વરસાદ પડી શકે છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી
અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા
અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા
બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ
બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ
લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી
લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી
બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત
બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ
વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
g clip-path="url(#clip0_868_265)">