ભાવનગરમાં ફટાકડા ફોડવા જેવી બાબતે કર્યો હુમલો તો અન્ય એક ઘટનામાં કાર કાઢવા જેવી બાબતે મારામારી- જુઓ વીડિયો
ભાવનગર: ભાવનગરમાં નજીવી બાબતે મારામારીની બે ઘટના સામે આવી છે. શહેરના કુંભારવાડામાં ફટાકડા ફોડવા જેવી બાબતે મારામારી થઈ તો બીજી તરફ અન્ય એક ઘટનામાં કાર બહાર કાઢવા જેવી બાબતે મારામારી થઈ હતી. જેમા લોકોના ટોળા એક્ઠા થઈ ગયા.
ભાવનગર: ભાવનગરમાં ફટાકડા ફોડવા જેવી બાબતે એક વ્યક્તિ પર હુમલો કરી દેવાયો. ઘટના કુંભારવાડા માઢીયા રોડ પર આવેલી શેરી નંબર 6ની છે.. જ્યાં ગોપાલ ચુડાસમા નામનો એક વ્યક્તિ ફટાકડા ફોડતો હતો. ત્યારે ત્યાં હાજર 4 જેટલા શખ્સો સાથે માથાકૂટ થઇ. અને શખ્સો છરી મારીને ફરાર થઇ ગયા. ઘટના બાદ વ્યક્તિને તરત જ હોસ્પિટલ ખસેડાયો. તો, ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી છે. આ શખ્સો કોઇ જાણીતા વ્યક્તિ હોવાનું અનુમાન છે.
તો અન્ય એક ઘટનામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ. કાર બહાર કાઢવા જેવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ જતા મારામારી કરી હતી. જાહેર રસ્તા પર મારામારી થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





