Bhavnagar: અધિકારીઓની મનમાનીથી ત્રસ્ત બનેલા મનપાના પ્રતિનિધિઓએ સામાન્ય સભામાં જ અધિકારીઓને ટોકવા પડ્યા

Bhavnagar: અધિકારીઓ મનમાની કરવા લાગે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો પરેશાન થાય, પરંતુ જનતાને પણ પરેશાની વેઠવાનો વારો આવે. અધિકારીઓ અને પ્રતિનિધિઓનો મનમેળ ન હોય તો જનતાને પણ ભોગવવુ પડે છે. આવુ જ કંઈક ભાવનગરમાં જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 6:56 PM

કોઈ કામ પાર પાડવા માટે રાજકીય ઈચ્છાશક્તિની સાથો સાથ વહિવટી તંત્રની કુશળતા અને પ્રતિનિધિઓ સાથેનો તેમનો મનમેળ એટલો જ જરૂરી છે. જ્યારે આ બેલેન્સ  ખોરવાય ત્યારે તેનો ભોગ જનતા બને છે. તેનું તાજુ ઉદાહરણ જોવા મળ્યું ભાવનગર (Bhavnagar)માં. જ્યાં અધિકારીઓની મનમાનીથી  પ્રતિનિધિઓ પરેશાન થઈ ગયા અને આખરે સામાન્ય સભામાં જ અધિકારીઓને ટોકવા પડ્યા. જોકે આ બધા વચ્ચે અધુરા વિકાસકાર્યોના કારણે જનતા પણ  ત્રસ્ત છે.

કોઈપણ મહાનગરપાલિકા (Municipal Corporation)માં વહીવટી તંત્ર ત્યારે જ સુદ્રઢ રીતે ચાલી શકે, જ્યારે પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે મનમેળ હોય. પરંતુ ભાવનગર મહાનગર પાલિકામાં કંઈક જૂદા જ દૃશ્યો જોવા મળે છે. જ્યાં પ્રતિનિધિઓ સામાન્ય સભામાં (General Meeting) જ અધિકારીઓને આડકતરો ઠપકો આપી રહ્યા છે. જેના કારણે અનેક વિકાસના કામો પણ અટકી પડે છે.

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. જિલ્લામાં અનેક વિકાસના કામોને બ્રેક લાગી ગઈ છે. રોડ રસ્તાની હાલત ખરાબ છે, આંગણવાડીઓની અનેક ફરિયાદો છે. ગ્રામ પંચાયતોમાં પણ સુવિધાને લગતી અનેક ફરિયાદો છે. હેલ્થ વિભાગ દવાખાનાઓને લઈને ગામડામાં અનેક ફરિયાદો આવે છે. પાલિકાના પ્રતિનિધિઓ અધિકારીઓ પાસે કોઈપણ માહિતી માગે તો હાલના અધિકારીઓ ગાંઠતા ન હોય તેવી ચર્ચાઓ છે. સાધારણ સભામાં જ ભાજપના સભ્યોને અધિકારીઓ માહિતી ન આપતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારની ફરિયાદો સામે આવતા પંચાયત પ્રમુખે અધિકારીઓનો ઉધડો લીધો હતો.

આ તરફ વિરોધ પક્ષના નેતા પણ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપના શાસકોને કોઈ ગાંઠતુ નથી. વિપક્ષનો આરોપ છે કે અધિકારીરાજ અને શાસક પક્ષની અણઆવડતના કારણે જનતાના કામોને બ્રેક લાગી શકે છે. વિપક્ષ ત્યાં સુધી આરોપ લગાવી રહ્યો છે કે અમારા આરોપો જો ખોટા હોય તો પછી સામાન્ય સભામાં પ્રતિનિધિઓએ અધિકારીઓને શા માટે કડક સૂચના આપવાની જરૂરત ઉભી થાય.

ઈનપુટ ક્રેડિટ- અજિત ગઢવી- ભાવનગર

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">