Bharuch: ઝઘડિયામાં રાજકીય દિગ્ગજોના જોરે અથડામણ, જયમીન અને પૂર્વ MLA ના ભાણેજ વચ્ચે બબાલમાં ફાયરિંગ, જુઓ Video
ભરૂચના ઝઘડિયામાં રાજકીય દિગ્ગજોના જોરે અથડામણની ઘટના બની છે. GIDCમાં બે જૂથ વચ્ચે અથડામણનો બનાવ બન્યો છે. જેમાં એક વ્યક્તિ અને પૂર્વ MLA છોટુના ભાણેજ વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. 5 રાઉન્ડ ખાનગી રીવોલ્વરથી ફાયરીંગનો અંદાજ લ્ગવવામાં આવી રહ્યો છે.
Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDC વિસ્તારમાં ગેંગવોરની ઘટના સામે આવી છે. જેમાં કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ મુદ્દે 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 10થી વધુ કારમાં નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, ઝઘડીયા GIDC વિસ્તારની કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરવા મુદ્દે 2 જૂથ આમને સામને આવી જતાં ગેંગવોર થયું. રાજકીય દિગ્ગજોના જોરે બે કોન્ટ્રાક્ટરના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.
ચર્ચા એવી પણ છે કે ઝઘડીયા GIDC વિસ્તારની કંપનીમાં કામ કરવાના લેબર કોન્ટ્રાક્ટ મુદ્દે આ બંને જૂથ વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ખાનગી રિવોલ્વર દ્વારા 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એક વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો થતાં ગંભીર ઈજાના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
આ પણ વાંચો : ભરૂચના CCTV નેટવર્કે 45 લાખની લૂંટના તરકટનો પર્દાફાશ કર્યો, વાંચો ગણતરીના સમયમાં લૂંટની ઘટનાનો ભેદ કઈ રીતે ઉકેલાયો
ફાયરિંગનો ભોગ બનનાર વ્યક્તિનો આક્ષેપ છે કે ધંધાકીય બાબતે હપ્તો ન આપતા લુખ્ખા તત્વોએ રોફ જમાવવા પ્રયાય કર્યો. એટલું જ નહીં હપ્તાખોરીમાં રાજકીય નેતાઓની પણ સંડોવણી હોવાનો ભોગ બનનારે આક્ષેપ કર્યો છે. સમગ્ર બનાવના પગલે અંકલેશ્વર ડીવાએસપીએ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં સ્થળ પરથી પોલીસે ફૂટેલી કારતૂસ જપ્ત કરી ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો