ભરૂચ : દહેજ રોડ પર SRF કંપનીની શિફ્ટ બસ પલટી ગઈ, કર્મચારીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જુઓ વીડિયો

ભરૂચ : દહેજ રોડ પર SRF કંપનીની શિફ્ટ બસ પલટી ગઈ, કર્મચારીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા, જુઓ વીડિયો

| Updated on: Jul 26, 2024 | 12:51 PM

ભરૂચ : ભરૂચ - દહેજ રોડ પર વહેલી સવારે એસ.આર.એફ. કંપનીની શિફ્ટ બસ અટાલી નજીક પલટી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર કર્મચારીઓની દરવાજાથી નીકળવું મુશ્કેલ બનતા તમામને બારીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. 

ભરૂચ – દહેજ રોડ પર વહેલી સવારે એસ.આર.એફ. કંપનીની શિફ્ટ બસ અટાલી નજીક પલટી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર કર્મચારીઓની દરવાજાથી નીકળવું મુશ્કેલ બનતા તમામને બારીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

નાઈટ શિફ્ટના કર્મચારીઓને લઈ જતી બસ પર આટલી ગામ નજીક ચાલકે કાબુ ગુમાવ્યો હતો. સૂત્રો અનુસાર બસ ચાલકે બિસમાર રસ્તાના કારણે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો.

બિસ્માર રસ્તાના કારણે અકસ્માત સર્જાયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બસ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. સદનસીબે તમામ કર્મચારીઓને સલામત બહાર કાઢી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો : ભરૂચ વીડિયો : ઢાઢર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

g clip-path="url(#clip0_868_265)">