Banaskantha: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં વધ્યુ જળસ્તર, વહીવટીતંત્ર સતર્ક- જુઓ Video
Banaskantha: બનાસકાંઠાના ઉપરવાસમાં રાજસ્થાન અને આબુ પંથકમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં જળસ્તર વધ્યુ છે. ધાનેરા શહેરમાં ભારે વરસાદને પગલે મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાયા છે.
Banaskantha: રાજસ્થાન અને માઉન્ટ આબૂ પંથકમાં ભારે વરસાદને પગલે અમીરગઢથી પસાર થતી બનાસ નદીમાં જળસ્તર વધ્યું. બનાસ નદીમાં પાણીની આવક વધતા જ વહીવટી તંત્ર સતર્ક બન્યું. અમીરગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ ગામના સરપંચ અને તલાટીને લોકો નદીના પટથી દૂર રહેવા જાણ કરાઈ.
આ સાથે જ જળસ્તર ઘટ્યા બાદ પણ લોકોને નદીમાં નહાવા ન જવાની જાણ કરાઈ છે. નદીમાં પટમાં ખાડા હોવાથી લોકોના ડૂબી જવાનો ખતરો રહે છે. બનાસ નદીમાં કોઈ ડૂબી ન જાય તે માટે તંત્ર એલર્ટ બન્યું છે.
આ પણ વાંચો : Banaskantha Video : કોંગ્રેસમાંથી આવેલા ગોવા રબારી બન્યા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન, અરજણ પટેલ વાઇસ ચેરમેન બન્યા
ધાનેરામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા
બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારો પાણી પાણી થયા છે. બસ સ્ટેન્ડ અને તાલુકા પંચાયત સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. દર ચોમાસા આ પ્રકારે પાણી ભરાતા હોવાથી લોકોમાં પણ ભારે રોષ છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
