રસ્તા વચ્ચે નમાજ! સર્કલ પાસે ટ્રક ઉભી રાખી નમાજ પઢતા ટ્રાફિક જામ
રોડ વચ્ચે જ નમાજ.. એક વીડિયો વાયરલ થયો છે અને જે ગુજરાતનો જ છે. જેમાં એક ટ્રકનો ચાલક રોડ પર જ નમાજ પઢવા લાગ્યો હોય એમ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. તો બીજી તરફ રોડ પર લાંબી કતાર વાહનોની જામી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વીડિયો હાલ તો ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે અને જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો નજર આવી રહ્યા છે.
આ વીડિયો પાલનપુર શહેરનો છે. એરોમા સર્કલ પાસે એક ટ્રક ચાલક તેના ટ્રકને પાર્ક કરીને તેની આગળ જ રસ્તા પર નમાજ પઢતો જોવા મળે છે. વીડિયો વાયરલ થયો છે અને જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતાર રસ્તા પર જામી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, ટ્રકની પાછળ ટ્રાફિક જામના દ્રશ્યો છે.
આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA
બનાસકાંઠા જિલ્લાનો આ વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.અને જેમાં ટ્રકનો ચાલક નમાજ પઢતો જોવા મળી રહ્યો છે. ટ્રક રસ્તા પર જ ઉભી રહી છે અને તેના પાછળ ખૂબ જ ટ્રાફિક જામ થયો છે. જોકે આ ટ્રક ચાલક કે તેના લગતી કોઈ જ વિગતો સામે આવી નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 12, 2024 08:44 PM
Latest Videos
