AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી, જુઓ

ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી, જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2024 | 6:54 PM

ગદર્ભ, એટલે કે ગધેડા, જેમને લોકો કામચોર અને આળસું ગણે છે. પરંતુ હવે તમારે ગધેડાને પણ ગદર્ભ કહી માન આપવું પડે તેવો સમય આવી ગયો છે. કેમ કે બનાસકાંઠાના ગઢ ગામમાં ગર્દભ પશુપાલકને કરાવી આપે છે લાખોની કમાણી. તમને આશ્ચર્ય થશે કે કેવી રીતે, તો આપને બતાવીશું કે કેવી રીતે લાખો રૂપિયા રળી આપે છે આ ગદર્ભ.

વાત છે બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામની, જ્યા એક ખેડૂતે સોશિયલ મીડિયામાં જોઇને બનાવ્યું છે ડોન્કી ફાર્મ. એક વિચાર અને જોતજોતામાં ખેડૂત લઈ આવ્યા પોતાના ફાર્મમાં 16 ગદર્ભ. સૌ પ્રથમ તો લોકોને નવાઈ લાગી અને તેમની હાંસી ઉડાવતા હતા પરંતુ જ્યારે ખબર પડી કે આ જ ગદર્ભ પશુપાલકને લાખો રૂપિયા કમાઈને આપે છે, ત્યારથી લોકો તેમનું ડોન્કી ફાર્મ જોવા આવે છે.

હવે, આપને એ પણ કહીએ કે આ ગદર્ભ કેવી રીતે ફાયદાકારક છે. ખેતરમાં 16 જેટલા ગર્દભ છે જેમાંથી 10 જેટલા ગર્દભ દૂધ આપે છે, તે રોજનું અંદાજે ચાર લીટર દૂધ થાય છે. એક ગર્દભ 300થી 400 ગ્રામ જેટલું દૂધ આપે છે. યુવા ખેડૂતના જણાવ્યા પ્રમાણે આ દૂધની કિંમત 1 લિટરમાં 3,000 કરતા વધુ હોય છે અને આ દૂધમાંથી જે પાવડર બને છે તે પાવડરની કિંમત એક કિલોના અંદાજે 30,000 રૂપિયા વિદેશી માર્કેટમાં હોય છે.

જો કે ગર્દભના એક લીટર દૂધમાંથી માત્ર 10 ગ્રામ પાવડર બને છે, જેથી દૂધને સ્ટોર કરવામાં આવે છે અને વધુ દૂધ થાય ત્યારે તેમાંથી પાવડર બનાવવામાં આવે છે. ખેડૂતને ગર્દભના નિભાવનો રોજનો ખર્ચ 1500થી 2,000 આવે છે. એટલે કે મહિનાના 60,000નો પશુપાલનનો ખર્ચ થાય છે. જો કે તેના દૂધ અને તેના પાવડરથી તેમને લાખોની કમાણી થઈ રહી છે. ગઢના સ્થાનિક લોકો પણ આ યુવા ખેડૂતની નવી પહેલને આવકારી રહ્યા છે.

આ પણ વાંચો:  GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">