બનાસકાંઠામાં બોર્ડર પરના ગામલોકો યુ્દ્ધની સ્થિતિમાં રહ્યા અડીખમ, ભારતીય સેના સાથે ખભે ખભો મિલાવવા થઈ ગયા તૈયાર- Video
બનાસકાંઠાના બોર્ડર પરના લોકો પાકિસ્તાનની નિયત બરાબર સમજી ગયા છે અને તેમની ખુમારી એટલી છે કે તેઓ કહે છે કે યુદ્ધ થાય તો ભારતીય સેના સાથે ખડે પગે ઉભા રહેવા તૈયાર છે. પાકિસ્તાન જેવા દુશ્મનથી તેઓ ડરતા ન હોવાનુ જણાવી રહ્યા છે.
પાડોશી અવળચંડાઈ કરનારો હોય તો સતત તણાવ રહે. આવો જ તણાવ આપણો દેશ દાયકાઓથી સહન કરી રહ્યો છે. જો કે, લોકોની ખુમારી એવી છે કે, એ આ નફ્ફટ પાકિસ્તાનના મનસૂબા ક્યારેય પાર પડતાં નથી. છેલ્લા થોડા સમયની જે સ્થિતિ છે તેના કારણે બોર્ડરના ગામોમાં એલર્ટ વધ્યું. બનાસકાંઠામાં પાકિસ્તાનને અડીને આવેલા ગામોના લોકો આટલો ભય હોવા છતાં, હજુ અડીખમ છે અને ભારતીય સેના સાથે ખભાથી ખભો મિલાવી ઉભા રહેવા તૈયાર છે. અહીંના લોકો કહે છે કે, પાકિસ્તાન રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરે છે. પરંતુ ભારતીય સેનાની તાકાત આગળ ક્યારેય સફળ બની શક્યુ નથી.
ગામલોકો કહે છે કે અમે બોર્ડરના ગામમાં રહેતા હોવાથી ટેવાયેલા છે. બ્લેકઆઉટથી પણ ટેવાયેલા છીએ. તેઓ કહે છે કે તેમણે 1962નું યુદ્ધ પણ જોયુ છે અને ત્યારે પણ તેમણે ભારતીય સેનાની તાકાત જોઈ છે. ગામલોકો કહે છે કે તેમને ભારતીય સેના પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આથી જ આવી સેના હોય તો તેમને કોઈનાથી ડરવાની જરૂર નથી. ભારતીય સેના સાથે રહીને સાથ સહકાર આપવાની અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી બતાવી રહ્યા છે.
Input Credit- Sachin Patil- Banaskantha