વેરાવળ ભીડિયા વિસ્તારમાં જર્જરિત મકાનની બાલ્કની તૂટી, ત્રણ બાળકો દટાયા, એકનું મોત જ્યારે બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વેરાવળ ભીડિયા વિસ્તારમાં જર્જરિત મકાનની બાલ્કની તૂટી પડી (balcony collapse) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બાલ્કની તુટી પડતા ત્યાં રમી રહેલા ત્રણ બાળકો કાટમાળમાં દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 6:00 PM

Girsomnath: વેરાવળ ભીડિયા વિસ્તારમાં જર્જરિત મકાનની (Dilapidated building) બાલ્કની તૂટી પડી (balcony collapse) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બાલ્કની તુટી પડતા ત્યાં રમી રહેલા ત્રણ બાળકો કાટમાળમાં દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે. દુર્ઘટનામાં એક બાળકનું મોત થયું છે જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘાયલ બાળકોને હાલ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મહત્વનું છે કે, ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા.

વન અને પર્યાવરણ વિભાગ સમિતિની ગીર મુલાકાત

વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિ આજે જયરામ રમેશની અધ્યક્ષતામાં ગીર (Gir) પંથકની મુલાકાતે આવી પહોંચી હતી. ગીરની મુલાકાત દરમિયાન ચોક્કસ તારણ સામે આવ્યા છે. જેમાં ગીરમાં સિંહોને (lion) રહેઠાણ ઓછું પડી રહ્યું છે અને નેસડામાં રહેતાં માલધારીઓએ જંગલની બહાર વસવાટ કરવા જમીનની માગણી સાથે સમિતિ સમક્ષ રજૂઆત કરી છે. વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિ ગીરની મુલાકાત લીધી. વહેલી સવારથી સમિતિની 20થી વધુ સભ્યોએ ગીર જંગલમાં મુલાકાત લઈ વિવિધ મુદ્દે અભ્યાસ કર્યો હતો. જેમાં સિંહો માટે રહેઠાણ ઓછુ પડી રહ્યું છે અને વધુ સેન્ચ્યુરીની જરૂરિયાત હોવાનું કમિટીની મુલાકાત દરમિયાન સામે આવ્યું છે અને આ અંગે સ્થાયી સમિતિએ તાત્કાલિક સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને સલામતી માટે વધુ સેન્ચ્યુરી તુરંત બનાવે તે જરૂરી હોવાનો અભિપ્રાય આપ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">