Gujarati Video : અમદાવાદમાં ચાણક્યપુરીમાં બાગેશ્વરધામ સરકારનો કાર્યક્રમ યોજાશે, આયોજકોએ પોલીસ માગી પરમીશન

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સહિતની વિગતોને લઈ હજી સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જેથી પોલીસના અધિકારીઓ અને આયોજકો વચ્ચે આગામી સમયમાં બેઠક મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 9:17 AM

અમદાવાદના (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વર સરકારનો દરબાર યોજાવવાનો છે. 29 અને 30મેએ આયોજીત કાર્યક્રમને લઈ આયોજકોએ પોલીસ વિભાગ પાસે મંજૂરી માગી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સહિતની વિગતોને લઈ હજી સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જેથી પોલીસના અધિકારીઓ અને આયોજકો વચ્ચે આગામી સમયમાં બેઠક મળશે. જેમાં કાર્યક્રમમાં ટ્રાફિક જવાનો, પોલીસ બંદોબસ્ત સહિતની વિગતો ચર્ચાશે. જે બાદ પોલીસ બાબા બાગેશ્વર સરકારના કાર્યક્રમને મંજૂરી આપશે.

આ પણ વાંચો-Gujarati Video : વિરમગામની પાટડી સરકારી હોસ્પિટલમાં સગર્ભાના મૃત્યુથી વિવાદ, પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપ

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ ચાણક્યપુરીના સેક્ટર 6માં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આયોજકો અને કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શક્તિ મેદાનથી ચાણક્યપુરી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આયોજકોની સાથે કોર્પોરેશનની ટીમ પણ તૈયારીમાં જોતરાઈ છે. શક્તિ મેદાનમાં કોર્પોરેશનની ટીમ દ્વારા સાફ સફાઇ શરૂ કરાઇ છે. એટલું જ નહીં દિવ્ય દરબારને લઇ અલગ અલગ વિભાગ પાડીને સેવકોને જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">