Gujarati Video : અમદાવાદની સી.યુ. શાહ કોલેજના અધ્યાપકોએ વ્યક્ત કરી આશંકા, સમારકામના બહાને કોલેજ બંધ કરવાનો કારસો
અમદાવાદના ( Ahmedabad ) આશ્રમ રોડ સ્થિત સી.યુ. શાહ કોલેજમાં નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા ટ્રસ્ટી મંડળ વતી દરખાસ્ત કરવામાં આવી છે. જેની વિરૂદ્ધ અધ્યાપકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના ( Ahmedabad ) આશ્રમ રોડ સ્થિત સી.યુ. શાહ કોલેજમાં નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા ટ્રસ્ટી મંડળ વતી દરખાસ્ત કરવામાં આવી છે. જેની વિરૂદ્ધ અધ્યાપકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અધ્યાપકોએ આશંકા વ્યક્ત કરી કે રિનોવેશનના બહાને કોલેજ બંધ કરવાનો કારસો રચાઈ રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: પૈસાની લેતીદેતીમાં એક યુવકનું કરાયુ અપહરણ, પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ
કોલેજના અધ્યાપકોએ વ્યક્ત કરી આશંકા
અધ્યાપકોએ દલીલ કરી કે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને સમારકામ નડતું નથી. તો પછી પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો જ પ્રવેશ કેમ રોકી દેવાયો છે. આ મુદ્દે પ્રોફેસરોએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટીની નીડ કમિટી સમક્ષ પગલા લેવાની રજૂઆત કરી છે. આ સંદર્ભે કુલપતિએ યોગ્ય વિચારણા બાદ સૌના હિતમાં નિર્ણય કરવાની ખાત્રી આપી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો