AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદ મંડળ પર મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ત્રીજી બેઠકનું આયોજન, રેલવે સંબંધી સમસ્યાના નિરાકરણ અંગે થઈ ચર્ચા

Ahmedabad: અમદાવાદ મંડળ પર મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ત્રીજી બેઠકનું આયોજન મંડળ કાર્યાલયમાં કરવામાં આવ્યુ છે. બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પવનકુમારસિંહે ત્યાં હાજર તમામ સભ્યોનું સ્વાગત કર્યુ હતુ.

Ahmedabad: અમદાવાદ મંડળ પર મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ત્રીજી બેઠકનું આયોજન, રેલવે સંબંધી સમસ્યાના નિરાકરણ અંગે થઈ ચર્ચા
Darshal Raval
| Edited By: | Updated on: May 19, 2023 | 10:21 PM
Share

અમદાવાદ મંડલ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ત્રીજી બેઠકનું આયોજન મંડળ કાર્યાલયમાં કરવામાં આવ્યુ છે. બેઠકની શરૂઆતમાં સમિતિ (DRUCC)ના સચિવ અને વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પવનકુમારસિંહે કરી હતી. આ દરમિયાન તેમણે ત્યાં હાજર તમામ સભ્યોનું સ્વાગત કર્યુ હતુ. આ બેઠકમાં હાજર સભ્યો પોતપોતાના ક્ષેત્ર સંબંધિત યાત્રી સુ‌વિધાઓને વધારવા, રેલવે સંબંધી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને તેમની યોગ્ય માંગણી પર હકારાત્મક ચર્ચા-વિચારણા કરી.

મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ત્રીજી બેઠક મળી

સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને અમદાવાદ મંડળમાં ચાલી રહેલી કામગીરીની જાણકારી આપી. તેમણે સભ્યોને આશ્વાસન આપ્યું કે યાત્રી સુવિધાઓનો વિકાસ અમદાવાદ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તે માટે સંભવિત દરેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આગામી થોડા સમયમાં આ સુવિધાઓ મંડળમાં જોવા મળે. તેમની યોગ્ય માગણી પર મંડળ દ્વારા ઝડપથી અમલ કરવામાં આવશે.

પવન કુમાર સિંહે અમદાવાદ મંડળની ઉપલબ્ધિઓ ગણાવી

આ દરમિયાન સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પવન કુમાર સિંહે પાવર પ્રેઝન્ટેશન દ્વારા અમદાવાદ મંડળની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું કે અમદાવાદ મંડળનો પશ્ચિમ રેલવેનો કુલ માલ લાદવામાં 47 ટકા અને ફ્રેટ રાજ્સ્વ અર્જિત કરવામાં 51 ટકાનું યોગદાન છે. અમદાવાદ મંડળે તેના લક્ષ્ય કરતાં પણ વધારે આ વર્ષમાં અત્યાર સુધીમાં ફ્રેટ લોડિંગ કર્યું છે, પેસેન્જર રાજસ્વ પ્રાપ્ત કર્યું છે અને આ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યો જેમ કે ડબલિંગ ઇલેક્ટ્રિફિકેશન અને સ્ટેશનોના પુન:વિકાસને ગતિ મળી છે. વધુમાં તેમણે જણાવ્યુ કે અમદાવાદ મંડળના અમદવાદ, સાબરમતી, સાબરમતી બીજી, ગાંધીધામ અને ન્યૂ ભુજ સ્ટેશનોનું રીડેવલપમેન્ટ અને અન્ય 16 રેલવે સ્ટેશનોનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યો પૂર્ણ થાય ત્યારે અમે અમારા સન્માનિત યાત્રીઓ અને ફ્રેટ કસ્ટમર્સને વધારે સુવિધાઓ પ્રદાન કરી શકશે.

આ પણ વાંચો: Ahmedabad: એસ.કે. અલબેલાએ પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય કાર્મિક અધિકારીનો લીધો ચાર્જ, દક્ષિણ પશ્ચિમ રેલવે અને પશ્ચિમ મધ્ય રેલવેમાં બજાવી ચુક્યા છે કામગીરી

આ દરમિયાન સમિતિના સભ્યો દ્વારા પોતપોતાના ક્ષેત્રની રેલ સમસ્યાઓ, નવી ટ્રેનો ચલાવવી, ટ્રેનોનું સ્ટોપેજ વધારવું, ટ્રેનોનું વિસ્તરણ વગેરે પરિયોજનાઓને ઝડપથી પૂરી કરવા અને મંડળના સ્ટેશનો પર વધારે સારી યાત્રી સુવિધાઓ પ્રદાન કરવા માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા. મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને તેમને તેમની યોગ્ય માગણીઓ પર ઝડપથી કામગીરી કરવાનું જણાવ્યું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">