વલસાડ : ધરમપુરમાં મુસાફરોને લઇ જતી છકડો રિક્ષા પલટી, અકસ્માતમાં બેના મોત, જુઓ વીડિયો
વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાજપુરી જંગલ પાસે પર્વતીય વિસ્તાર આવેલો છે. જ્યાં મુસાફરોને લઇને જતી છકડો રિક્ષા અચાનક પલટી ગઇ હતી. રિક્ષા પર્વતીય વિસ્તારમાં 10 ફૂટ નીચે ખાબકી હતી. આ ઘટનામાં રિક્ષામાં સવાર બે વ્યક્તિના મોત થયા છે.
શુક્રવારનો દિવસ વલસાડના ધરમપુરમાં રિક્ષામાં જતા લોકો માટે ગોઝારો સાબિત થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુરના રાજપુરી જંગલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનો મોત થયા છે. જ્યારે રિક્ષામાં સવાર 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના કઇક એવી છે કે વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાજપુરી જંગલ પાસે પર્વતીય વિસ્તાર આવેલો છે. જ્યાં મુસાફરોને લઇને જતી છકડો રિક્ષા અચાનક પલટી ગઇ હતી. રિક્ષા પર્વતીય વિસ્તારમાં 10 ફૂટ નીચે ખાબકી હતી. આ ઘટનામાં રિક્ષામાં સવાર બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 24, 2023 11:15 AM
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
