Vadodara : વડોદરામાં PM મોદીના કાર્યક્રમને લઈ સફાળું જાગ્યું તંત્ર ! ચાલુ વરસાદે કર્યું રોડનું રિપેરિંગ, જુઓ Video
ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જ્યંતીની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવી છે. જે માટે વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ડભોઇ-વડોદરા રોડ પરથી પસાર થવાના હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જ્યંતીની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવી છે. જે માટે વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ડભોઇ-વડોદરા રોડ પરથી પસાર થવાના હતા. ત્યારે માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગ્યું છે. સ્થાનિકો દ્વારા રોડ પરના ખાડાને લઈ કરાતી રજૂઆતો સામે આંખ આડા કાન કરતું તંત્ર સફાળું જાગી ચાલુ વરસાદે કામગીરી કરી હતી. વિભાગના અધિકારીઓ લાજ બચાવવા ચાલુ વરસાદે પણ રોડના ખાડા પૂરતા નજરે પડ્યા હતા.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 4થી 8 નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. હાલના વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત રહેશે.અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ જોવા મળ્યા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. તો 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારેની શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
