AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Kheda : સુણદા ગામમાં એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામ આખુ હિબકે ચડ્યુ, અંતિમવિધિ માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરાઈ, જુઓ Video

Breaking News Kheda : સુણદા ગામમાં એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામ આખુ હિબકે ચડ્યુ, અંતિમવિધિ માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 8:30 AM
Share

ખેડાના સુણદા ગામમાં એકસાથે એક જ પરિવારના 6 લોકોની અરથી ઉઠી હતી. એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતાં આખુ ગામ હિબકે ચડ્યું છે. 3 હજારથી વધુ લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.

Bavla Bagodara Accident : ખેડાના સુણદા ગામમાં એકસાથે એક જ પરિવારના 6 લોકોની અર્થી ઉઠી હતી. એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતાં આખુ ગામ હિબકે ચડ્યું છે. 3 હજારથી વધુ લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. સુણદા ગામમાં એક અજબ પ્રકારની ગમગીની છવાઈ ગઈ છે. જેની ક્યારેય કોઈ કલ્પના પણ ન થઈ શકે. એકસાથે આટલા બધા લોકોનાં મોતથી કોણ કોના આંસુ લૂછે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : Breaking News : બાવળા – બગોદરા હાઈવે પર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાયો અકસ્માત,10 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત

મહત્વનું છે કે બાવળામાં થયેલા ગોઝારા અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા હતા. જેમાં સુણદા ગામના 6 સ્વજનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. દુર્ઘટનાથી ગામ પર આભ તૂટ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે. એક જ પરિવારમાં 6ના મોતથી સમગ્ર ગામમાં સોંપો પડી ગયો છે. ગામના રસ્તાઓ સૂમસામ ભાસે છે. સ્વજન ગુમાવનાર પરિવારની સાથે સમગ્ર ગ્રામજનો શોકમાં છે. મૃતકોના ઘરમાં આક્રંદ છવાયો છે.

તો બીજીતરફ અંતિમવિધિ માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. MGVCLના કર્મચારીઓએ તાત્કાલિક સ્મશાન સુધીના રસ્તા પર લાઈટની સુવિધા ઉભી કરી હતી. જ્યારે અંતિમવિધિમાં કપડવંજના માલતદાર, તાલુકા વિકાસ અધિકારી, DYSP, PI અને PSI સાથે પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">