Breaking News : બાવળા – બગોદરા હાઈવે પર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાયો અકસ્માત,10 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત

બગોદરા હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે PM મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ ટ્વીટ કરી ઘાયલો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. આ ઉપરાંત PM મોદીએ મૃતકના પરિવારોને રૂ.2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.

Breaking News : બાવળા - બગોદરા હાઈવે પર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાયો અકસ્માત,10 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત
Bavla Accident
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 12, 2023 | 6:28 AM

Accident Death : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો : Ahmedabd: વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં રસોઈયાનું થયુ મોત, બંને કર્મચારીઓ બિહારનો હોવાનો ખૂલાસો

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મળતી માહિતી અનુસાર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. પંચર પડેલો ટ્રક રોડ પર ઉભો રહ્યો હતો. છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. ચોટીલા દર્શન કરી પરત ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.જ્યારે 10 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 10 લોકોના મોતમાં 5 મહિલાઓ, 3 બાળકો અને 2 પુરુષોના મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ છે.

PM મોદીએ પણ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

બગોદરા હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે PM મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ ટ્વીટ કરી ઘાયલો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત PM મોદીએ મૃતકના પરિવારોને રૂ.2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.

મૃતકોની આત્માની શાંતિ માટે CM ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન

તો બીજી તરફ ગઈકાલે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના ગત મોડીરાત્રે એલિઝબ્રિજ પર બની હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે એક બાઈકસવાર યુવકને ટક્કર મારી હતી. આ ઘટનામાં જમાલપુરના ટોકરસાની પોળમાં રહેતા સાહિલ અજમેરી નામના યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">