AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લી અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, ગરમીમાં રાહત, જુઓ

અરવલ્લી અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, ગરમીમાં રાહત, જુઓ

| Updated on: Jun 11, 2024 | 11:25 AM

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં એકાએક વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા બાદ સોમવારે પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો હતો. ભિલોડા અને મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા એકાએક વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા બાદ સોમવારે પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો હતો.

અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ સોમવારે સાંજે વરસ્યો હતો. ભિલોડાના અણસોલ, રતનપુર બોર્ડર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે મેઘરજના કસાણા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.

જ્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સોમવારે સાંજના અરસા દરમિયાન ખેડબ્રહ્માના દામાવાસ કંપા અને આસપાસના વિસ્તારો સહિત વિજયનગરના ખેડાસણ કંપા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં રાહત સર્જાઈ હતી.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

g clip-path="url(#clip0_868_265)">