Rain News : દેવભૂમિ દ્વારકાના ભડકેશ્વરમાં દરિયામાં ભારે કરંટ ! 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ભડકેશ્વરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ભડકેશ્વરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળાયા છે. ભડકેશ્વર નજીક દરિયાકાંઠે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક ઉછળાયા ઊંચા મોજા જોવા મળ્યા છે. ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળે છે. શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જોધપુરગેટ, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ગુજરાતના 11 ડેમ એલર્ટ પર
બીજી તરફ રાજ્યના 11 જેટલા ડેમોને હાઈ એલર્ટ પર રાખાયા છે. 90 ટકથી વધુ ડેમ ભરાય ત્યારે હાઈ એલર્ટ ગણાય છે. જ્યારે 13 ડેમ એલર્ટ અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ લગાવાયા છે. જેમાં 80 ટકાથી વધુ હોય ત્યારે એલર્ટ લેવલ જાહેર કરાય છે. 70 ટકાથી વધુ હોય ત્યારે ડેમમાં વોર્નિંગ જાહેર કરાયા છે. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક જોવા મળી છે. દર કલાકે 15 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળશે. હાલમાં નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર સ્થિર છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો