Surat Navratri in trend: સુરતમાં ‘એક્વા ગરબા’નો નવો ટ્રેન્ડ, સ્વિમિંગ પૂલની અંદર પાણીની ઠંડકમાં દાંડિયાની જમાવટ
નવરાત્રિમાં ગ્રાઉન્ડ પર પરસેવે રેબઝેબ થવાને બદલે સુરતીઓએ નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. સ્વિમિંગ પૂલની અંદર ઠંડા પાણીમાં વર્કઆઉટ સાથે દાંડિયા રમવાનો અનોખો ‘એક્વા ગરબા’ કોન્સેપ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
નવરાત્રિના પાવન પર્વે ખેલૈયાઓ વિવિધ ગ્રાઉન્ડ્સ પર ગરબે ઘૂમતા તો જોવા મળે છે, પરંતુ સુરતમાં આ વર્ષે ગરબાનો એક તદ્દન અનોખો અને કૂલ કોન્સેપ્ટ ધૂમ મચાવી રહ્યો છે. સુરતના સ્વિમિંગ પૂલમાં પાણીની અંદર ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ‘એક્વા ગરબા’ તરીકે જાણીતો બનેલો આ વર્કઆઉટ ફોર્મ ગરબા કોન્સેપ્ટ હાલ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
દિવસ દરમિયાન ચાલતા આ સ્પેશિયલ સેશન્સમાં એક સાથે 30 થી 40 જેટલા સુરતીઓ જોડાય છે. સામાન્ય રીતે ટ્રેડિશનલ ગ્રાઉન્ડમાં ગરબા રમતી વખતે ખેલૈયાઓ ગરમી અને પરસેવે રેબઝેબ થઈ જતા હોય છે, પરંતુ પાણીની ઠંડકમાં રમાતા આ ગરબાથી ગરમીનો સહેજ પણ અહેસાસ થતો નથી. સુરતવાસીઓ દિવસભરનો થાક ભૂલીને સ્વિમિંગ પૂલની અંદર મ્યુઝિકના તાલે દાંડિયા રમવાની અનેરી મોજ માણી રહ્યા છે. ફિટનેસ અને ઉત્સવના આ મિશ્રણે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.
Breaking News: ટ્રમ્પનું વાઇલ્ડ કાર્ડ પ્લે- પુતિનના શરણે જઈ રશિયા સાથે કરી ડીઝલ ડીલ, યુક્રેન પર ભીષણ હુમલો કરી જશ્ન મનાવ્યો !
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
