Jamnagar: અહીં તંત્રનું નહીં ‘ઢોર રાજ’ ! આખલાએ અડફેટે લીધેલા વ્યક્તિનું મોત, જુઓ Video
જામનગરમાં રખડતા ઢોરનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે. કારણ કે આખલાની અડફેટે વધુ એક નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
જામનગરમાં આખલાની અડફેટે આવેલા વધુ એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. 20 દિવસ અગાઉ ગુલાબનગરથી પસાર થઇ રહેલા 45 વર્ષિય હરેશ રાઠોડને રખડતા આખલાએ અડફેટે લીધા હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હરેશ રાઠોડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં તેઓની ICUમાં સારવાર ચાલી રહી હતી.
જોકે તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને 21માં દિવસે હરેશ રાઠોડે અંતિમ શ્વાસ લીધા. ઘરના મોભી હોવાથી હરેશ રાઠોડની વિદાય પરિવાર માટે કોઇ આઘાતથી કમ નથી. ઘરના સભ્યો હરેશ રાઠોડની ગેરહાજરીને સ્વિકારવા સક્ષમ નથી. મૃતકના સગાનો આરોપ છે કે અનેકવારની રજૂઆત બાદ પણ તંત્રએ યોગ્ય કાર્યવાહી ન કરી અને એટલા માટે જ આજે તેઓએ ઘરના મોભી ગુમાવ્યા છે.
મૃતકના પરિજનોએ માગ કરી છે કે મનપા તંત્ર માત્ર વાતો નહીં ઠોસ કાર્યવાહી કરે અને રસ્તે રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવે, જેથી અન્ય કોઇ પરિવારે ઘરનો મોભી ન ગુમાવવો પડે.
આ પણ વાંચો : Gujarati Video: જામનગરમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેજ કરનાર આરોપી પોલીસના સકંજામાં
જામનગરમાં રખડતા ઢોરનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે, તંત્ર માત્ર વાતો કરી રહ્યું છે, તો નેતાઓ માત્ર રાજનીતિ અને રખડતા આતંકનો ભોગ પ્રજાને બનવાનો વારો આવ્યો છે. ત્યારે આશા રાખીએ કે મનપા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને પ્રજાને ભયમુક્ત કરાવે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
