હજુ 7 દિવસ ગુજરાત માટે રહેશે ભારે, આજે કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની વકી- Video
રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ થવાની આગાહી છે.
રાજ્યમાં વરસાદનો હજુ એક રાઉન્ડ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરાઈ છે. આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમા સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ બંને જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપ્યુ છે. કચ્છ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.
હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડશે. જેમા અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. હાલ ગુજરાત પર એક નહીં અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં હાલ વરસાદ પડી રહ્યો છે. જો કે આગામી દિવસોમાં ગુજરાતને મૂશળધાર વરસાદથી રાહત મળી શકે છે.
આ વર્ષે મેઘરાજાએ ગુજરાત પર ભરપૂર મહેર વરસાવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 118 ટકા વરસાદ વરસી ગયો છે. જો કે હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે. સમગ્ર ગુજરાતના આંકડાઓની વાત કરીએ તો કચ્છમાં 183 ટકા, ઉત્તર ગુજરાતમાં 98 ટકા, મધ્ય ગુજરાતમાં 115 ટકા, સૌરાષ્ટ્રમાં 126 ટકા, દક્ષિણ ગુજરાતમાં 120 ટકા વરસાદ પડ્યો છે.
Input Credit- Imran Shekh- Ahmedabad