અમરેલી: સાવરકુંડલાના ખેડૂતોને મળશે સૌની યોજનાનું પાણી, શેલ દેદુમલ ડેમ અને સુરજવડી ડેમમાં અપાશે પાણી-વીડિયો
અમરેલી: સાવરકુંડલાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. સાવરકુંડલાના ખેડૂતોને હવે સૌની યોજનાનું પાણી મળશે. શેલ દેદુમલ ડેમ અને સુરજવડી ડેમમાં પાણી અપાશે. અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ સૌની યોજનાના પાણી મુદ્દે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાએ બેઠક કરી આ જાહેરાત કરી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. સાવરકુંડલાના ખેડૂતોને હવે સૌની યોજનાનું પાણી મળશે. સાવરકુંડલાના શેલ દેદુમલ અને સુરજવડી ડેમમાંથી ખેડૂતોને સૌની યોજના દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. 90 કરોડના ખર્ચે બંને ડેમમાં પાણી અપાશે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એ બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં નર્મદા કેનાલના પાણી નહીં મળતા MLAની આગેવાનીમાં ખેડૂતોનો હલ્લાબોલ, કચેરીને તાળાબંધી
જો કે આ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સૌની યોજનાને લઈને સરકાર પર આક્ષેપ કર્યા હતા. વીરજી ઠુમ્મરે સૌના યોજનાનું પાણી આપવાના નામે સરકાર ખેડૂતો સાથે મજાક કરતી હોવાનો આરોપ લગાવ્યો. વીરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો કે દિવાળી પહેલા સૌની યોજનાનું પાણી છોડી માત્ર ફોટા પડાવી લેવામાં આવ્યા અને વધામણા કરવામાં આવ્યા. પરંતુ આ પાણી ખેતર સુધી પહોંચે તે પહેલા જ બંધ કરી દેવાયુ છે. વીરજી ઠુમ્મરે સરકાર પર ખેડૂતોના ઘા પર સરકારે મીઠુ ભભરાવવાનુ કામ કર્યુ હોવાનો પ્રહાર કર્યો.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





