Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી: સૌરાષ્ટ્રના સૌથી મોટા વોન્ટેડ બુટલેગરની અમરેલી પોલીસે કરી ધરપકડ, 11 જિલ્લામાં હતો વોન્ટેડ- વીડિયો

અમરેલી: સૌરાષ્ટ્રના સૌથી મોટા વોન્ટેડ બુટલેગરની અમરેલી પોલીસે કરી ધરપકડ, 11 જિલ્લામાં હતો વોન્ટેડ- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2024 | 11:35 PM

અમરેલી: સૌરાષ્ટ્રના સૌથી મોટા વોન્ટેડ બુટલેગરની આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાની અમરેલી SPની ટીમે ધરપકડ કરી છે. પોલીસે ઉજ્જૈનથી ડ્રાઈવર સાથે ધરપકડ કરી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા બુટલેગર સામે 59 જેટલા ગુના નોંધાયેલા છે.

અમરેલીના કુખ્યાત અને સૌરાષ્ટ્રના સૌથી મોટા વોન્ટેડ બુટલેગરને આખરે અમરેલી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. બુટલેગર ધીરેન કારીયાની અમરેલી SPની ટીમે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરી છે. ડ્રાઈવર સાથે બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. બુટલેગર ધીરેન કારિયા જુનાગઢના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ છે. અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયમાં મોટુ નામ છે. ગુજરાતના 11 જિલ્લાના 18 ગુનામાં તે વોન્ટેડ આરોપી છે. અગાઉ તેની સામે 59 જેટલા ગુના નોંધાયેલા છે.

બુટલેગર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ મારામારીની ફરિયાદ પણ સામેલ

રાજકીય કનેક્શન ધરાવતો આ બુટલેગર છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો અને નાસતો ફરતો હતો. અમરેલી એસપી હિમકરસિંહના જણાવ્યા મુજબ વર્ષ 2010માં જુનાગઢમાં પ્રથમવાર ધીરેન કારિયા સામે પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધવામા આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ બુટલેગર સામે કુલ 59 ગુનાઓ દાખલ થયા છે. જે પૈકી 55 ગુના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે. તે ઉપરાંત એક 307 હેઠળ, એક મારામારીનો ગુનો અને અન્ય એક દિલ્હીમાં નક્લી પાસપોર્ટ બનાવવાના આરોપસર ફોર્જરીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

Input Credit- Rahul Bagada- Amreli

આ પણ વાંચો: જામનગર: નરારામાં 16 હજારથી વધુ પરવાળાને 5 કિમી દૂર સ્થળાંતર કરવામાં મળી સફળતા- જુઓ તસવીરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">